ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે.
વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે.
ઘાસ વધી જાય ત્યારે હરણ ના બચ્ચા વધી જાય છે.ઘાસ ઘટે હરણ વધે ત્યારે વાઘ ને ત્યાં બચ્ચા વધે છે.પ્રકૃતિ અદભુત કામ કરે છે.
આમ કર્મ ભૂત બને છે.ફળ વર્તમાન!!આપણૅ જોઈએ છીએ તે ફળ છે.કર્મ તો થઈ ચુકેલું છે.અને વૃક્ષ તો જોઈએ જ ક્યાં છીએ.
અરે મૂર્તિ તો પથ્થર માં હતી જ.ધન્ય તો શિલ્પી ને છે.અને આવી તો ઘણીય મૂર્તિ ઓ બજારો માં ય મળે છે.પણ કમાલ તો જુઓ વિદ્વાન પંડિતો તેની પ્રાણ પ્રતિષ્ઠા કરે છે અને એ દેવાલય માં સ્થાપના કરે છે. આમ મૂર્તિ એ વિદ્વાન પંડિત શિલ્પી અને મજૂરો નું કર્મ નું ફળ છે. આ ફળ ને જોઈ દર્શન ફળ નો આનંદ લેતા ટોળાં તો જુઓ !! અરે એક બીજા ને ચગદી નાખે છે.આ ફળ પણ ઘણા કમાણી કરી લે છે.
આમ દર્શન ભોગ બની જાય છે.ભોગી ઓ માપ માં રહો!!
આ ગાંડપણ ને ઝનૂન ને સુધારવું પડશે.એક એવો સ્પેશિયલ વર્ગ છે બસ ગિરદી કરો.મંદિર ના મૂળિયાં ને તો કોઈ યાદ જ નથી કરતું!!મૂર્ખ બ્રાહ્મણો ના ટીકા ચાંલ્લા,ફૂલ પૂજાપ ની દુકાનો,હોટલો દુકાનો વી. સૌ ને ગંદકી,મુતરડી ની વ્યવસ્થા નહીં,દર્શન માં ધક્કા,ચાલો ચાલો આગળ, મૂર્તિ જોઈ કે ન જોઈ!! અરે ઘણી જગા એ તો ટિકિટો પણ !!


